________________
શાનિત
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાન્તિ કેમ જળવાય?
આ પ્રશ્ન ઘણું મહત્ત્વનું છે. સંસાર છે ત્યાં સુધી અનુકૂળ અને પ્રતિકૂળ ઉભય પ્રકારના પ્રસંગે ઊભા થવાના જ.
પ્રતિકૂળ પ્રસંગે પ્રતિકૂળ લાગવા છતાં અકળાયા સિવાય, આપણે તેને વધાવી લેવા જોઈએ. પ્રતિકૂળતાથી અકળાઈ જવાથી સાનુકૂળતા સાંપડતી નથી, પણ પ્રતિકૂળતા વધુ ઘેરી બને છે.
પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ આપણે ક્યાં છીએ ? કેવા સત્વશીલ છીએ? કેવા સહનશીલ છીએ? તેની પાકી જાણકારી મળે છે પ્રતિકૂળતાને ધકકો આપણને અંતર્મુખ પણ બનાવે છે. અને કંઈક આત્મભાન પણ કરાવે છે.
અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યાં સુધી આપણામાં સાચું જ્ઞાન કેટલું ઉત્પન્ન થયું છે? તેની ખબર પડતી નથી.
જેન તત્વ રહસ્ય
[ ૧૯૭