________________
બીજાના ગુણ દોષેની ચર્ચામાં જે પિતાને સમય પસાર કરે છે, તે સમયને બરબાદ કરનારો છે, કારણ કે તેટલો વખત તેણે પિતાના આત્માને કે પરમાત્માને વિચાર કર્યો નહિ.
ખાલી ચર્ચામાં સમય પસાર કરે તે પડછાયા સામે યુદ્ધ ખેલવા સમાન છે.
પાણી વાવવાથી માખણ નથી મળતું, પણ સમય અને શક્તિ બરબાદ થાય છે, તેમ પગ-માથા વગરના મુદ્દાઓની ચર્ચા કરવાથી સાર નથી સાંપડતે, પણ સમય અને શક્તિ બરબાદ થાય છે તેમજ અંદરોઅંદર કટતા -આદિ સંકલેશ ઊભા થાય છે.
જેઓ અજ્ઞાન છે, તેઓ જે ચૂપ રહે તે ઘણું ઝઘડા આપોઆપ શમી જાય. કેવળ વાદવિવાદથી બીજાની ભૂલ તમે એને નહિ સમજાવી શકે પરંતુ પરસ્પર વચ્ચેનું અંતર વધારશે.
મધમાખી જ્યાં સુધી ફૂલના ઉપરના ભાગ પર ફરે છે, અને તેની અંદરની મીઠાશ સુધી પહોંચતી નથી. ત્યાં સુધી જ ગુંજારવ કરે છે, પણ જેવી તે ફૂલની અંદરના ભાગમાં પેસે છે કે તરત શાન્ત થઈને તેના રસને પીએ છે.
તે જ રીતે જ્યાં સુધી માણસ તર્ક અને વિવાદ કરે છે, ત્યાં સુધી તેને સાચી શ્રદ્ધાના અમૃતને આસ્વાદ
જેન તત્વ રહસ્ય
[ ૧૯૫