________________
વિષયનો સંગ તેને લાગે છે, તે રંગ તેને થઈ જાય છે. એને ફાવે તેમ કરવા દઈએ તે તે અધમ માર્ગોમાં ઝટ ઢળી પડે છે અને નીચે પટકાય છે. જે તેને ગેધી રાખીએ, તો તે મંદ અને માંદુ પડી જાય છે. બાહ્ય વિષયે તેની સાથે અથડાતાં તેમાં વૃત્તિઓના તરંગ ઉઠે છે.
મનની શક્તિઓ અદ્દભુત છે, જે તેને યથાસ્થાને કેન્દ્રિત કરી શકાય છે તે તેની શક્તિઓને હિતકર અનુભવ થાય છે.
પાણીને નિશ્ચિત માર્ગે વહેવડાવા માટે પાળો બાંધીએ. છીએ, તેવી જ પાળે આપણે માનસિક પ્રવાહને વહેવડાવવા માટે બાંધવી જોઈએ.
તે પાળો એટલે નિયમ અને આચાર પ્રણાલિકાઓ.
આપણા વિચારો, ભાવે, ક૯૫નાઓ અને સમજણ. ક્ષણે-ક્ષણે બદલાતા રહે છે. આપણે તેના પર ભરોસો રાખીને વર્તવા લાગીએ તે ચોક્કસ કઈ લક્ષ્યને સાધી. ન જ શકીએ.
ઘણીવાર વિષયના વમળમાં અટવાયેલા મનના આવેગે એટલા જોરદાર હોય છે કે વર્ષો સુધી દઢીભૂત કરેલી, સંયમની પાળેને તે આવેગો તેડી નાખે છે.
જે આપણે મનને સન્માર્ગે લઈ જવું હોય તે, ચપળ અને તરંગી મનને કેઈ નિયમોની, કેઈ આચારોની પાળોમાં વહેવડાવવું પડશે. કેઈને કેઈ વિધિ-નિષેધ. અંગીકાર કરવા પડશે. પછી તે ધર્મશાસ્ત્રોના ચિધેલા. હોય કે મહાપુરુષોના વર્ણવેલા હોય.
૧૯૨ ]
જૈન તત્વ રહસ્ય