________________
એ થાય છે કે આપણે જ આપણા વિચાર તેમજ તાન્નુરૂપ આચારને પૂરા વફાદાર નથી.
પહેલી કક્ષામાં માત્ર બુદ્ધિ વિચારને ગ્રહણ કરે છે. બુદ્ધિની સાથે લાગણી વૃત્તિએ અને મૂલ્યાંકના તદ્રુપ થાય છે ત્યારે બીજી અને ત્રીજી કક્ષા આવે છે.
જ્યારે પહેલી કક્ષામાં હાઈએ ત્યારે આપણે માત્ર વિચાર કરીને સાષ માનીએ છીએ, પણ આચરણના અભાવ ખટકતા નથી.
મીજી કક્ષામાં આપણને આચરણના અભાવ ખટકવા માંડે છે અને આચરણ તરફ પ્રેરે છે.
ત્રીજી કક્ષામાં આપણા વિચારને આપણે ઉત્સાહથી, મન-વચન-કાયાયી તેમજ ધનથી આચરણમાં મૂકીએ છીએ. માન્યતા અને આચરણમાં ભેદ લાગે ત્યારે આચરણ એ માન્યતાની કસેાટી છે, એમ માનવું જોઈએ એ માન્યતા માટે આપણે સમય, શક્તિ અને ધનના કેટલેા ભેગ આપવા તૈયાર છીએ ? તેના ઉપર જ આપણી શ્રદ્ધાનુ માપ છે. માન્યતા ખાતર શરીર સુદ્ધાંનું બલિદાન આપવુ. પડતુ હાય તે પણ આપવુ', એ માન્યતા પરની ખરી શ્રદ્ધાને સૂચવે છે. શ્રદ્દાનું મળ
શ્રદ્ધાના અભાવે માત્ર જ્ઞાન તકલાદી અને અહીન અની જાય છે શ્રદ્ધા વિના માત્ર દૃષ્ટિ કે જ્ઞાન ઉપચૈાગી થઈ શકતાં નથી.
જૈન તત્ત્વ રહસ્ય
[ ૧૮૩