________________
દિત થાય છે. તથા તેઓના સુખ કે ગુણને દૂષિત કરવ પ્રયત્ન કરતા નથી-પરંતુ આગળ લાવવાના પ્રયત્ન કરે છે.
ગુણુ બહુમાનના પ્રભાવ અચિત્ય છે. તથા પેાતાના કરતાં પારકાના સુખની કિ`મત ઘણી વધારે છે, એ વાત સમજાયા વિના સાચી પ્રમાદ ભાવના પ્રગટી શકતી નથી.
ગુણુ બહુમાનથી નિત્ય નવા-નવા ગુણેાની પ્રાપ્તિ થાય છે. તેથી ગુણાના અથી ગુણ કે ગુણીનુ* સન્માન કે બહુમાન કર્યા સિવાય રહી શકતા નથી.
જે પેાતા સિવાય બીજાના ગુણ્ણાને જાણતા નથી અથવા જાણવા માટે કાળજી ધરાવતા નથી અથવા જાણવામાં આવ્યા પછી તેનુ સન્માન કરવાની ભાવનાવાળા થતા જ નથી, તેને ગુણ પ્રાપ્તિ થવી સભવિત નથી.
એ જ રીતે જે બીજા સુખી આત્માના સુખને જાણતા નથી, જાણવાની દરકાર દર્શાવતા નથી અથવા જાણવામાં આવે તે પણ હૃદયથી રાજી થતા નથી, તે આત્માને વાસ્તવિક સુખની પ્રાપ્તિ પણ સંભવિત નથી.
ગુણી આત્માના બહુમાન વિના જેમ ગુણુની પ્રાપ્તિ શકય નથી, તેમ સુખી આત્માના સુખને જોઇને હર્ષિત નહિ થનાર કે.ઇર્ષ્યારૂપી અગ્નિથી મળનારને પણ સુખની પ્રાપ્તિ થતી નથી.
૧૬
સુખ એ પ્રકારનુ` હોય છે.
એક વૈચિક અને બીજી' આત્મિક,
જૈન તત્ત્વ રહ