________________
૨ HD આધ્યાત્મિક ઉત્થાને
મનની પવિત્રતા અને શાતિને આધાર, બહારની વસ્તુઓની આસક્તિની માત્રા અનુસાર રહે છે, જડ વસ્તુની આસક્તિ જેમ વધુ, તેમ મન વધુ મલીન અને અશાન્ત.
આ આસક્તિ ઓછી ન થાય, ત્યાં સુધી મન ચંચળ રહેવાનું અને જડ પ્રત્યેની આસક્તિ હૃદયની સંકુચિતતા ઉપર નભે છે.
હૃદય વિશાળ બને, બીજા જીવ પ્રત્યે સહાનુભૂતિવાળું બને અર્થાત દયા, પ્રેમ, વાત્સલ્ય, કરૂણા, ઔદાર્ય, દાક્ષિણ્ય, ક્ષમા વગેરે પવિત્ર લાગણીઓ ત્યાં આવીને વસે, તે એ સંકુચિતતા ટળે.
તે પછી બહારથી ઈન્દ્રિય જન્ય સુખ મેળવવાની વૃત્તિઓનાં મોજાં મનરૂપી મહાસાગરમાંથી ઓસરવા માંડે. છે સ્વના સુખ સગવડને વિચાર માળે પડી જાય છે.
પિતાના એક બાળક પ્રત્યેના વાત્સલ્યથી મા, તેને
જેન તત્વ રહસ્ય
[ ૧૭૧.