________________
પ્રાપ્ત થાય છે. ઈન્દ્રિય વિજેતા તે મુનિ જ્યારે સતત આ ભાવનાઓ વડે વિશ્વને નિહાળે છે, ત્યારે એ મુનિ ઉદાસીન ભાવ પ્રાપ્ત કરી. અહીં જ મુક્તિ સુખ અનુભવે છે.
ચિત્તને સ્વસ્થ અને શાન કરવા માટે મૈથ્યાદિ ચાર ભાવનાઓને પ્રયોગ એ સચોટ ઉપાય છે.
શ્રી યોગસૂત્રના પ્રણેતા પતંજલિ મુનિએ પણ મૈત્રી મુદિતા, કરૂણા અને ઉપેક્ષા ભાવને વેગ સાધનામાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. નિર્મળ ચિત્તને સ્થિર કરવાના ઉપાયોમાં તેમણે વિકલ૫ સ્વીકાર્યો છે. અર્થાત ભિન્ન-ભિન્ન પ્રકૃતિના સાધકે માટે તેમની રૂચિ અનુસાર ચિત્ત-સ્થયના જુદા જુદા ઉપાયોને નિર્દેશ તેમણે કર્યો છે પરંતુ ચિત્તની નિર્મળતા માટે મથ્યાદિ ભાવને અનિવાર્ય ગણ્યા છે.
નિર્મળ ચિત્ત સ્થિર થઈ શકે, અસૂયાદિ દોષવાળું ચિત્ત સ્થિર થઈ શકતું નથી. મિથ્યાદિ ભાવનાઓના દીર્ઘકાળના સતત અભ્યાસ વડે ચિત્ત નિર્મળ અને પ્રસન્ન બની એકાગ્ર થાય છે અને તેમાં આત્મજ્ઞાનની ગ્યતા પ્રગટે છે.
બૌદ્ધ સાધકો પણ ધ્યાનમાં બેસતાં પૂર્વે ચિત્તવૃત્તિઓને શાન્ત કરવા માટે પ્રમોદ અને માધ્યસ્થપૂર્ણ ચિત્તે મૈત્રી અને કરૂણા ભાવનાઓમાં આંદોલને વિશ્વના ચારે ખુણામાં, નાના કે મોટા, નજીકના કે દૂરના દશ્ય કે અદશ્ય જીવ ગતિ પ્રત્યે પ્રસારિત કરે છે, તેથી ચિત્ત
જેન તત્વ રહસ્ય
[ ૧૭૫