________________
તે સુખ પિતાને નહિ મળતાં બીજા કોઈને પણ મળે ત્યારે, તે તેના પ્રત્યે ઈર્ષાભાવવાળો બની જાય છે. આ
એ રીતે ઈર્ષ્યા, શેક, અતૃપ્તિ વગેરે અનેક દુખે પિતાની જાત ઉપર જ રાગવાળા જીવને સદા સતાવ્યા કરે છે. તે બધા દુઃખાથી બચાવનાર–છોડાવનાર કેઈ પણ ચીજ આ દુનિયામાં હોય, તે તે એક જ મિત્રી ભાવ છે.
મૈત્રી ભાવનાથી તેને એકલી પોતાની જાત ઉપરને રાગભાવ નાશ પામે છે અને પિતા સિવાય આ દુનિયામાં રહેલા બીજા અનંત પ્રાણુઓના હિત અને સુખની ચિંતા ઉત્પન્ન થાય છે. તેથી પિતા સિવાય બીજા જેટલા પ્રમાણમાં સુખ મેળવતા દેખાય છે, તેને જોઈને તે, સુખી થનાર પ્રાણુઓ જેટલા જ આનંદને અનુભવ કરે છે. અને પોતાને મળેલા થોડા પણ સુખમાં તૃપ્ત રહે છે. એ આનંદથી તેને ઈર્ષાભાવ નાશ પામે છે અને તૃપ્તિથી તેને શેકભાવ નાશ પામે છે.
મૈત્રીભાવ ટકાવવાના ઉપાયો વેર અને વિરોધરૂપી અગ્નિને પ્રગટાવનાર બે વસ્તુઓ આ દુનિયામાં છે.
એક પોતે કરેલા બીજાના અપરાધેની માફી ન યાચવી અથવા પોતાના જ સુખની ચિંતા કર્યા કરવી અને એ સુખ ખાતર પિતા સિવાય બીજાને ગમે તેટલી પીડા થાય, તે પણ તેની ચિંતા ન કરવી, અથવા પિતા
જૈન તત્વ રહસ્ય
[ ૧૬૪
૧૧