________________
શરીર અને મન એ બે સર્વથા સ્વતંત્ર પદાર્થો નથી, પણ એક બીજા સાથે એવી રીતે જોડાયેલા છે, કે એકની અસર બીજ ઉપર પડયા સિવાય રહેતી નથી. તેમ બાહ્ય. તપ અને અત્યંતર તપ એક બીજા સાથે જોડાયેલા છે, એકની અસર બીજા ઉપર પડે છે. બંને પરસ્પર સહાયક, પૂરક અને ઉપકારક છે.
બાહા તપમાં આહાર અને શરીરની ચેષ્ટાઓના ત્યાગની પ્રધાનતા છે.
અભ્યતર તપમાં અશુભ વિચાર અને મનના વિવિધ વ્યાપારોના ત્યાગની પ્રધાનતા છે.
અશુભ ચેષ્ટા અને વ્યાપારોના ત્યાગની સાથે શુભ અને શુદ્ધ વ્યાપારના આસેવનનું વિધાન પણ બંને પ્રકારના તપમાં રહેલું છે–એ રીતે શુભ ધ્યાનના હેતુભૂત હોવાથી બાહ્ય અને અત્યંતર બંને પ્રકારને ત૫ શ્રી જિનશાસનમાં આત્માને હિતકર માને છે.
તપ દુખરૂપ નહિ, પણ સુખરૂપ છે. કાયાને પીડા આપનાર નહિ, પણ વિશુદ્ધ કરનાર છે. મુખ્યત્વે તે બંને પ્રકારના તપ એક બીજાને પૂરક બની કર્મોને તપાવનારા છે, જીવને કે કાયાને નહિ.
બંને પ્રકારના તપ જીવને તે સમતા બક્ષે છે કાયા અને મનને વિશુદ્ધ તથા નિર્મળ બનાવનાર છે. રોગીને ઓષધ જેટલું હિતકારક છે, તેટલે જ કર્મરોગીને આ બંને પ્રકારને તપ હિતકારક છે.
૧૨૮ ]
જૈન તત્વ રહસ્ય