________________
બળવાન ઈન્દ્રિયોને જીતવા માટે અને પરિણામે બાહા-અત્યંતર રોગથી મુક્ત થવા માટે પરમ હિતૈષી જ્ઞાની મહર્ષિઓએ આયંબિલ જે પરમ મંગળકારી. તપ બતાવેલો છે. તેનું શ્રદ્ધા અને બુદ્ધિપૂર્વક સબહુમાન. જેએ સેવન કરશે તેઓ ઉભય લેકમાં ઉત્તમ સંપદાઓ. પામીને અવ્યાબાધ સુખને વરશે, તેમાં લેશ માત્ર સંદેહ નથી.
પ્રશ્ન- આયંબિલ તપમાં આટલા બધા ગુણે છે, છતાં અન્ય દર્શનકારોએ તેને ઉપદેશ કેમ આપ્યો નથી?
ઉત્તર– શ્રી જિનશાસન સર્વજ્ઞ કથિત છે. તેની. પ્રતીતિ માટે જેમ બીજી અનેક વસ્તુઓ આજે ઉપલબ્ધ છે, તેમ આ આયંબિલ તપ પણ એક વસ્તુ છે.
કમરૂપી રાગને પૂર્ણપણે જાણીને તેના પ્રતિકારના અમેઘ ઉપાય શ્રી જિનશાસનમાં ઉપદેશેલા છે, તે તેના પ્રણેતાઓની સર્વજ્ઞતા અને સર્વ દર્શિતાની નિશાની છે.
પાંચ મહાવ્રતની સાથે છઠું રાત્રિ ભોજનનો ત્યાગ એ પણ સાધુ, શ્રાવકો માટે વ્રત તરીકે ઉપદેશ્ય છે, તે બીજે નથી.
સર્વજ્ઞતાનું કારણ વીતરાગતા છે અને વીતરાગતાને હેતુ નિર્ચથતા છે, તેથી મુમુક્ષુ આત્માઓને ધ્યેય તરીકે વીતરાગ અને નિગ્રંથ હોવા જોઈએ એવો ઉપદેશ શ્રી. જૈનશાસ્ત્રોએ ભારપૂર્વક આપે છે.
જૈન તવ રહસ્ય
[ ૧૫૫