________________
સામગ્રીને અસંતોષ વધારીને તે માટે ચારી, લૂંટ જેવા પાપ કરાવે છે. અસત્ય બોલાવે છે અને કેવળ શુદ્ર જીવનાં જ નહિ, પણ માનનાં પણ ખૂન કરાવે છે.
આજે દેશ, પરદેશમાં બની રહેલા ઉત્પાતે અને અહિંસાને નામે વધી રહેલી ઘોર હિંસા વગેરે એના ઉદાહરણરૂપ છે.
એમ એક વિકારક આહાર જીવને હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર અને પરિગ્રહ વગેરેના ઘર પાપમાં ધકેલી જગતમાં અશાતિને દાવાનળ સળગાવે છે.
- તેમાંથી બચવા–બચાવવા વીતરાગ શાસનના મૌલિક ઉપાય તરીકે નિર્વકારક આહાર ઉપદેશો છે. જેના પરિ ણામે આત્મા વિષયોને વિરાગી બની સંતેષી, સદાચારી, બ્રહ્મચારી, શિયળવંત, નીતિમાન, સત્યવાદી અને અહિં.. સક બને છે, પરંપરાએ કર્મમળથી મુક્ત થઈ અજરામર પદને પામે છે.
આમ વિચારતાં સમજાશે કે આત્માના પરમ સુખનું મૂળ નિર્વિકાર આહાર છે. જેનાથી આત્મા શુદ્ધ વાણું અને વિચાર દ્વારા મન-વચન-કાયાના દ્રવ્ય રોગની શુદ્ધિ કરતે દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભાવ વેગોને સાધીને સાચા સુખને પામે છે.
શરીરના આરોગ્ય ઉપર ચિત્તની નિર્મળતાને અને. પ્રસન્નતાને આધાર છે.
જેન તત્વ રહસ્ય
[ ૧૩૯.