________________
નિયમ તે એ છે કે જેઓને નિરોગી અને બળવાન કાયા મળે છે. તે પૂર્વના તેઓના તપ ધર્મના આદરનું જ શુભ પરિણામ છે.
શ્રી બાહુબલીજીનું બળ, શ્રી અંબૂકુમારનું રૂ૫, શ્રી વાસ્વામીજીની કાયા એ શું સ્નિગ્ધ ભજનનું પરિણામ હતું કે તેની પાછળ તેમને પૂર્વ તપ હતો?
એથી વિરુદ્ધ રેગી, અશક્ત, દુર્બળ કે કદરૂપા માણસ રિનષ્પ ભેજન ન મળવાના કારણે જ તે સ્થિતિને પામેલા હોય છે કે તેના બીજા પણ કારણે રહેલાં છે, તેને વિચાર સામાન્ય માણસને હેત નથી. તેથી તેઓ એકાંત હિતકર, સુખકર અને ગુણકર આયંબિલને તપ કરવાની વાત આવે ત્યાં અશક્તિ-નિર્બળતાની ફરિયાદ કરવા લાગી જાય છે. - તપ એજ મેટું બળ
તપ એજ મેટું બળ છે. તેની વૃદ્ધિ માટે થોડુંક શારીરિક કષ્ટ અનિવાર્ય છે. કેઈ પણ વિશિષ્ટ વસ્તુની સિદ્ધિ માટે પરિશ્રમ અનિવાર્ય છે, તેમ અહીં મુક્તિ માર્ગમાં પણ વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે ત૫ અનિવાર્ય મનાયેલું છે.
તપ શૌર્યને પિષક છે. એની પાછળ જ્ઞાનનું બળ છે એથી વૈરાગ્યની વૃદ્ધિ છે. તપ એ મુક્તિરૂપી પરમ આરોગ્યની નિકટતમતાનું કારણ છે. તથા બ્રહ્મચર્ય આદિ ધર્મોને પ્રાણ છે. માટે ખરેખર બળવાન છે.
તત્વ રહસ્ય
[ ૧૩૫