________________
રસ એ આરોગ્યને પિષક નહિ, પણ ઘાતક છે એ વાતને સિદ્ધ કરવા માટે આથી વધુ દષ્ટાન્ત આપવાની જરૂર જણાતી નથી.
જગતમાં આટલી બધી દવાઓ, ઔષધિઓ અને ઈજેકશનની શે થવા છતાં હજુ રોગ મટતા કેમ નથી ? તેને ઉત્તર એક જ છે, કે રોગના મૂળ કારણરૂપ રસેનું સેવન ઊભું જ છે, જ્યાં સુધી તેના ઉપર પર્યાપ્ત અંકુશ નહિ સ્થપાય, ત્યાં સુધી અવશ્ય ભાવિ પરિણામથી મુક્ત પણ નહિ થવાય.
આયંબિલ તપમાં આરોગ્યને ઘાતક એવા રસેન સર્વથા ત્યાગ છે. પણ આરોગ્ય અને બળને પોષક એવા ધાન્યને નિષેધ નથી.
એ જ કારણે આયંબિલને તપ કરનાર લાગ લગાટ છ મહિના, બાર મહિના બે વર્ષ અને ત્રણ વર્ષ જેટલા દીર્ઘકાળ સુધી તે તપનું સેવન વર્તમાન કાળમાં પણ કરી શકે છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયમાં સળંગ ચૌદ વર્ષ, ત્રણ મહિના અને વીસ દિવસ સુધી એટલે સે ઓળીના સળંગ ૫૦૫૦ આયંબિલ અને પ્રત્યેક એાળીને અંતે એક એમ સે એાળીના ૧૦૦ ઉપવાસ કરી. પ૧૫૦ દિવસનો આ તપ કરનારા અને તે દ્વારા કર્મને અંત લાવનારા મહાન તપસ્વીઓ વિદ્યમાન હતા.
જૈન તત્ત્વ રહસ્ય
[૧૩