________________
રાખવે, તે અત્યંત હિતાવહ છે. જે બીજાના કર્તવ્ય તરફ જોવા ગયા તે અનેક મુશ્કેલીઓ ઊભી થશે. અને આરાધક ભાવ ડહોળાઈ જશે. - બીજાનું શું કર્તવ્ય છે? એ જેવાને અધિકાર ગુરૂએને છે, આપણને નથી. અને આ રીતે અનધિકારથી હસ્તક્ષેપ થાય છે એટલે આરાધનામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. | મુનિ ધર્મને સ્વીકાર પિતાના આત્માને સુધારવા માટે છે, એ હકીકતને ભૂલી જઈને મેગ્યતા પ્રાપ્ત કર્યા સિવાય બીજાને સુધારવાની પ્રવૃત્તિમાં જ પડી જવું એ સર્વથા અનુચિત છે.
અધિકાર પ્રાપ્ત કર્યા સિવાય, સત્ય વસ્તુઓને ઉપદેશ પણું નુકસાન કરે છે, તેમજ રજુ થયેલા સત્યનું પણ અપમાન થાય છે.
આ રીતે આપણું ગફલતના કારણે આપણે સત્ય વસ્તુની અવગણના કરાવનારા બનીએ છીએ અને અવગણના કરનારા આત્માને પણ ભારે કમી બનાવનારા બનીએ છીએ.
મુનિને બીજાઓને હિતશિક્ષા અથવા અન્યમાં રહેલી ભૂલે પણ ત્યારે જ બતાવવાની આજ્ઞા છે, કે જ્યારે સામી
વ્યક્તિ ખરેખર ઇરછતી હોય, ત્યારે પણ તેની ઈચ્છા વિરૂદ્ધ જે સાચી પણ ભૂલ બતાવવામાં આવે છે, તે તે ૧૨૦ ]
જેન તત્વ રહસ્ય