________________
મુનિ પણું એ સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે અને તેનું પાલન અનંત ઉપકારીઓની આજ્ઞા મુજબ ગુરૂકુળવાસમાં રહીને જ થઈ શકે છે. ગુરૂકુળ વાસમાં વસવા છતાં પણ મુનિ જે અનંત જ્ઞાનીઓની આજ્ઞા મુજબ વર્તન ન કરે, તે તે ગુરૂકુળવાસ પણ તેને ફળદાયક બની શકતું નથી, પણ અનેક પ્રકારની ભયંકર વિરાધનાનું સ્થાન બને છે. અને પરિણામે આત્માની અધોગતિનું જ કારણ બને છે.
સાધુપણાનો સ્વીકાર કર્યા પછી ગુરૂકુળ વાસમાં મુનિએ કેવી રીતે રહેવું જોઈએ, કે જેથી તેને આરાધક ભાવ સદા ટકી રહે અને ગુરૂકુળવાસથી મળતા બધા અનુપમ લાભે તે મેળવી શકે, તે વાત સંક્ષેપથી કહેવાનો અહીં ઉદ્દેશ છે.
જે ગુરૂકુળવાસમાં મુનિએ વસવાનું છે, ત્યાં સહવતી સર્વ મુનિઓ હંમેશાં એક જ વિચારના કે એક જ પદ્ધતિના હોય, તે બનવાજોગ નથી.
અનાદિ કાળથી સર્વે આત્માઓના સ્વભાવે કુદરતી રીતે ભિન્ન ભિન્ન પ્રકારે ઘડાયેલા હોય છે. તેમનું તે ઘડતર એકાએક ફેરવી શકાતું નથી.
વળી સર્વ આત્માઓની ભવસ્થિતિ પણ એક સરખી હેતી નથી. કેઈ લઘુકમી આત્મા અ૯૫ કાળમાં મુકિતમાં જવાને છે, તે કઈ આત્મા લાંબે કાળે મુક્તિમાં જવાને છે.