________________
પ્રત્યેક ક્રિયાનું જે-જે ફળ બતાવ્યું છે તે-તે ક્રિયાઓ યથાર્થ ફળ ત્યારે જ આપે છે, કે જ્યારે તે-તે ક્રિયાઓનું વિધિપૂર્વક આરાધના કરવામાં આવે, અન્યથા નહિ.
ઉત્તમ યિાએ પણ જે ફળતી નથી, તે તેનું કારણ તે જે પ્રમાણે કરવી જોઈએ, તે પ્રમાણે થતી નથી તે છે, પણ તે ઉત્તમ ક્રિયાઓમાં ફળ આપવાનું સામર્થ્ય નથી, એમ નહિ.
જે જે ક્રિયાઓનું જે-જે ફળ શાસ્ત્રોમાં જણાવ્યું છે, તે–તે ક્રિયાઓનું તે જ ફળ મળી શકે છે.
જેમ શ્રી જિનપૂજાનું ફળ સંયમની પ્રાપ્તિ છે. એટલે સંયમની પ્રાપ્તિ માટે શ્રી જિનપૂજા કરવી, તે તેની વિધિનું પાલન છે. અને જે રીતે જિનપૂજા શાસ્ત્રકારોએ કહી છે, તેવી જ રીતે કરવામાં આવે, તે ફળ દાયક નીવડે પણ અન્ય ઈરાદે કરવામાં આવતી શ્રી જિનપૂજા ન ફળે, તેમાં જિનપૂજાને પ્રભાવ એછે છે-એમ ન કહેવાય, પણ તેમાં અવિધિનું આચરણ છે–એમ જ કહેવાય.
શ્રી જિનપૂજારૂપ ઔષધનું સેવન કરવું અને સંયમ પ્રાપ્તિના વલણથી દૂર-દૂર ભાગવું અથવા કેવળ સાંસારિક સુખના ઈરાદે જિનપૂજા કરવી–એ ઔષધનું સેવન કર્યા પછી કુપચ્ય સેવવા જેવું છે. અને કુપચ્ય સેવનથી થતા નુકસાન માટે ઔષધને દેષિત ન જ ઠરાવાય. આ પ્રમાણે દરેક ક્રિયાઓમાં સમજી લેવું.
૧૧૬ ]
જેન તત્વ રહસ્ય