SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ભવસ્થિતિ પરિપકવ થયા વિના આત્મા ઉપર લાગેલા રાગાદિ મળે, એ છે તે પણ ઓછા થઈ શકતા નથી અને ભવસ્થિતિની પરિપકવતા એ કેઈની બનાવેલી વસ્તુ નથી પણ સ્વાભાવિક જ અથવા પાંચ સમવાયના મેળાપથી નીપજતી વસ્તુ છે. આ પાંચે સમવાયાને મેળાપ એ કોઈના હાથની વસ્તુ નથી. એટલે જે ગુરૂકુળવાસમાં મુનિએ વસવાનું છે, ત્યાં ભિન્ન-ભિન્ન પ્રકૃતિના આત્માઓ હર હંમેશ રહેવાના જ. અધિક ગુણ, સમાન ગુણ, હનગુણું અને નિર્ગુણ– આ પ્રમાણે ચાર વિભાગમાં સર્વ પ્રકારના આત્માઓને સમાવેશ થાય છે. આ ચારે પ્રકારના આત્માઓ સાથે વસનાર મુનિ, જે સાવધ ન રહે, તે તેને સર્વ સ્થાનેથી બંધાવું પડે. અને જે સાવધ રહે, તે આ ચારે સ્થાન એના આત્મા માટે હિતદાયી નીવડે. જ્યારે-જ્યારે પ્રસંગ પડે, ત્યારે–ત્યારે પોતાને આરાધક ભાવ ટકાવી રાખવા માટે આ ચારે પ્રકારના મુનિઓ સાથે મુનિ કેવી ભાવનાપૂર્વક રહે, તે અહીં બતાવવામાં આવે છે. - પિતાથી અધિક ગુણીને દેખી તે ખરેખર રાજી થાય તેના ગુણની હાર્દિક અનુમોદના કરે. અને એમ વિચારે કે હું નસીબદાર છું કે આવા ગુણવાન મુનિરાજને મને સહવાસ સાંપડયો છે. ૧૧૮ ] જૈન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy