________________
ક્રિયા નિરપેક્ષ જ્ઞાન એ જ્ઞાન જ નથી અને જ્ઞાન નિરપેક્ષ ક્રિયા એ ક્રિયા જ નથી.
સાચું જ્ઞાન, ક્રિયા સહિત જ હોય છે. સાથી ક્રિયા, જ્ઞાનપૂર્વક જ થાય છે.
એ રીતે ક્રિયા અને જ્ઞાન જળ અને તેના રસની જેમ પરસ્પર મળેલાં જ હાય છે.
જળ અને તેના રસ એ જેમ નથી, તેમ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ બીજાથી જુદા પાડી શકાતાં નથી.
જુદા પડી શકતા ક્રિયા પણ એક
દારિદ્રથી હણાયેલા પુરુષ, જો ચિંતામણિરત્નના સ્વરૂપને ખરેખર જાણનારા હાય, તેા તેને મેળવવાના ઉપાયને છેાડીને બીજી પ્રવૃત્તિ કરી શકે જ નહિ અને જો કરે, તેા તે ચિંતામણિરત્નના સ્વરૂપને જાણનારા છે. એમ કહેવાય જ નહિ; તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ, અશુદ્ધ અવસ્થાના દુઃખને અને શુદ્ધ અવસ્થાના સુખને ખરેખર જાણતા હાય, તે અશુદ્ધ અવસ્થા ઢાળીને શુદ્ધ અવસ્થા મેળવવાના ઉપાય કર્યા સિવાય રહી શકે જ નહિ.
એ ઉપાયનુ નામ જ ક્રિયા છે.
અને શુદ્ધ તથા અશુદ્ધ અવસ્થાના સ્વરૂપનું યથાય ભાન, તેનું નામ જ જ્ઞાન છે.
જેમ માક્ષની ખાખતમાં તેમ સ`સારના પ્રત્યેક કાય ની સિદ્ધિમાં પણ જ્ઞાન અને ક્રિયા પરસ્પર મળેલાં જ હાય છે.
જૈન તત્ત્વ રહસ્ય
[ ૫૫