________________
સાધુ જીવનના સર્વ અંગોને સ્પર્શ કરે તે રીતે તે સામાચારીઓ રચાયેલી છે. કારણ કે તેના રચયિતા સર્વ-સર્વ દશી ભગવાન તીર્થંકર પરમાત્મા છે.
એ સમાચારીનું પાલન શ્રી તીર્થંકર પરમાત્માઓના શાસનમાં સર્વ સુવિહિત આચાર્યો અને મુનિવરો આજ સુધી કરતા આવ્યા છે અને આજે પણ શક્તિ મુજબ કરી રહ્યા છે અને તેના પ્રતાપે તેમના મૂળ ગુણે અને ઉત્તર ગુણ તથા દસ પ્રકારના યતિ ધર્મોની શુદ્ધિ જળવાઈ રહે છે.
દસ પ્રકારની પ્રતિદિન સામાચારીમાં સાધુ જીવનને લગતા પડિલેહણ પ્રતિકમણ, પ્રમાર્જન, કાલગ્રહણ, ભિક્ષાગ્રહણ તથા આહાર નિહાર કરણ આદિ કાર્યોમાં સાચવવા
ગ્ય વિધિનો સમાવેશ થઈ જાય છે અને દસ પ્રકારની ચકવાલ સામાચારીમાં, મુખ્યત્વે સાધુ-સાધુ વચ્ચેના પર સ્પરના નિત્ય વ્યવહારમાં કેવી જાગૃતિપૂર્વક વર્તવું જોઈએ, તેને સુંદર વિધિ બતાવેલ છે.
અહીં આપણે તે ચક્રવાલ સામાચારીની સુપ્રસિદ્ધ પ્રથમ ત્રણ સામાચારી સાધુ જીવનમાં કેવી વ્યાપક છે. અને મનુષ્ય માત્રના જીવન ઘડતરમાં કેવી ઉપકારક છે. તે જેવું છે.
તે ત્રણ સામાચારીનાં નામ અનુક્રમે ઈચ્છાકાર, મિચ્છાકાર અને સહકાર છે.
જેન તવ રહસ્ય
[ ૧૦૭