________________
અનુપમ અભિમુખતા છે. અનુકૂળતાના સ ́કલ્પ છે. પ્રતિકૂળતાનું વિસર્જન છે. અસહાયતાનું પ્રદાન છે. સ’રક્ષણના વિશ્વાસ છે. આત્મ-સમર્પણ છે. આત્મરક્ષણ માટે એકાંતમાં પ્રાર્થના છે.
પ્રેમની પરમાવસ્થા
નમસ્કારનું પ્રયાજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થા, ભાવ અથવા રતિ છે. આ ભાવ મનની અવસ્થા વિશેષ છે. વિષય-રસમાં નિમગ્ન ચિત્ત, જ્યારે ભગવદ્ અભિમુખ થાય છે, ભગવાનનું ચિંતન કરવામાં રસ લે છે, ભગવદ્ ભાવથી પ્રભાવિત થાય છે, ત્યારે તેની અંદર ભાવ ઉત્પન્ન થાય છે, એ ભાવ ચિત્તને રજિત કરે છે, મનને કામળ બનાવે છે. પ્રેમની આ પરમાવસ્થા છે.
જૈન તત્ત્વ રહસ્ય
[ ૭૩