________________
જ્ઞાન વડે નમસ્કારને જે આકાર અંતરમાં પ્રતિ-ભાસિત થાય છે, તે સ્થાપના નમસ્કાર છે. કેમકે જ્ઞાન એ વિષયાકાર બનીને શેયને જણાવે છે.
શબ્દના ઉચ્ચારણરૂપ નમે એ નામ નમસ્કાર છે.
ક્રિયારૂપ નમસ્કાર–એ દ્રવ્ય-નમસ્કાર છે. દ્રવ્યથી ભાવ ઉપજે છે. નામ અને સ્થાપના અભિધાન અને આકાર વડે ભાવની સાથે સંબંધ ધરાવે છે. અભિધાન અને અભિધેય વચ્ચે વાચ્ય–વાચ : સંબંધ છે. આકારને ભાવ સાથે સ્થાપ્ય-સ્થાપક સંબંધ છે.
એક સંબંધીનું જ્ઞાન, અપર સંબંધીનું સ્મારક બને છે, એ ન્યાયથી નામ અને સ્થાપના ભાવનું સ્મરણ કરાવે છે. દ્રવ્ય સ્વયં ભાવ સ્વરૂપ બને છે. દ્રવ્ય એ કારણ અવસ્થા છે, ભાવ એ કાર્ય અવસ્થા છે.
નામ અને સ્થાપના કાર્યને ચિત્રની અંદર લાવે છે. ભાવનું પ્રણિધાન કરાવે છે. પ્રણિધાન પૂર્વક થયેલી ક્રિયા, - ભાવનું કારણ બને છે.
ક્રિયા એ દ્રવ્ય છે, તેમાંથી ભાવ પેદા કરવા માટે, એ ક્રિયાની પાછળ ક્રિયાકારકને ભાવનું જ્ઞાન થવું જોઈએ. એવું ચોકકસ જ્ઞાન, નામ અને સ્થાપનાથી - થાય છે.
નમસ્કાર એક પ્રકારની શરણાગતિ છે. નમસ્કાર એ - સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે, ભગવદ ભાવમાં આત્મ વિસર્જન છે. .૭૬ ]
જૈન તત્ત્વ રહસ્ય