________________
૨ Ben શ્રીનવકાર અને શ્રી સિદ્ધચક
શ્રી નવકાર શ્રુતરૂપ છે. શ્રુતજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં સ્વ-પર-પ્રકાશક છે, તેથી મુખ્ય મંગળ છે.
પાંચ જ્ઞાન મંગળરૂપ છે, ભાવ મંગળરૂપ છે. તેથી ભાવ-સંવર અને કર્મક્ષય થાય છે
શ્રી નદી સૂત્રમાં જ્ઞાનને મંગળરૂપ માન્યું છે, કારણ કે તે આત્મગુણરૂપ છે. આત્મગુણનું ધ્યાન, એ આત્માનું જ ધ્યાન છે. આમ ધ્યાનથી આત્મજ્ઞાન થાય છે. અને આત્મજ્ઞાન–એ કર્મક્ષય અને મોક્ષને હેતુ બને છે.
શ્રી સિદ્ધચક, એ નવપદો અને તેના પરિવારરૂપ સકળ લેકમાં રહેલ શ્રેષ્ઠ પદાર્થોને વ્યવસ્થિત ચકાકાર સંગ્રહ છે. તેથી તેનું ધ્યાન શ્રી નવકારરૂપી કૃત વડે અસ્પષ્ટપણે ઓળખાયેલા શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંત અને તેમના મહિમાને સ્પષ્ટપણે બંધ કરાવે છે.
૭૪ ]
જેન તત્વ રહસ્ય