________________
શાસનમાં આ મહામત્રનું આરાધન કરવા માટે આખાલ વૃદ્ધ સૌ કોઈને એક એપેક્ષાએ સમાન અધિકારી માન્યા છે.
ઉપદેશ તર‘ગિણી' માં કહ્યું છે કે—
આ લાક અને પરલેાક–એમ ઉભય લેાકમાં ઇચ્છિત ફળને આપનાર અચિંત્ય શક્તિ સ્વરૂપ શ્રી નવકારમંત્ર જયવતા વર્તી કે જેના પાંચ પદાને ગેલેાકપતિ શ્રી તીર્થંકર પરમાત્મા પંચ-તીથ કહ્યાં છે. શ્રી જિનશાસનના અ'ગભૂત એવા જેના અડસઠ અક્ષરાને અડસઠ તીર્થા તરીકે વખાણ્યા છે અને જેની આઠ સ‘પટ્ટા અનુપમ શ્રેષ્ઠ આઠ મહાસિદ્ધિએ તરીકે વર્ણવી છે.
।
એ શાશ્વતા શ્રી નવકાર મંત્રની આરાધના કરી સર્વ જીવા આત્મ કલ્યાણ સાધેા...એજ મંગળ કામના....
જૈન તત્ત્વ રહસ્ય
[ ૮૯