________________
નારને પૂછવાનું કે–દુકાન માંડે છે, તે પહેલાં ન હાથમાં આવે છે? ના. દુકાન શરૂ થતાં જ નફાનું કે નુકસાનનું સરવૈયું કાઢે છે, કે દિવાળી ઉપર ? એ તે ત્યારે જ કઢાય ને! એમાં ઉતાવળ થાય, તે કામ ચૂંથાઈ જાય.
તો પછી શ્રી નવકારની સેવામાં છ મહિના તો ખાનદાનીથી ગાળો, પછી એનાથી થતા લાભની વાત પૂછવી નહિ પડે પણ અનુભવ થઈ જશે. તાત્પર્ય કે પરમ તારક પરમાત્મા અને તેઓશ્રીના વચનમાં વિશ્વાસ મૂકવાની બાબતમાં મનમાં સહેજ પણ ખચકાટ સંદેશે, સંશય રહે છે, ત્યાં સુધી જીવન આરાધનાના મંગળ માર્ગ પર નિશ્ચિતપણે કદમ ભરી શકતું નથી.
માટે રેલ્વે કંપની કરતાં, સ્ટીમર કંપની કરતાં, ઈસ્યોરન્સ કંપની કરતાં વધુ વિશ્વાસ શ્રી જિનરાજ અને શ્રી જિનવચન ઉપર જોઈશે જ.
- સરકારી કરી બરાબર પૂરી કરનારને તે માત્ર પેન્શન જ મળે છે, પણ શ્રી તીર્થકર ભગવંતે અને તેઓશ્રીને તીર્થની ભાવપૂર્વક સેવા કરનારને તે યથાકાળે મોક્ષ મળે છે.
શ્રી નવકાર એ શું છે? નમે અરિહંતાણું એ વાસ્તવમાં મેહના કટ્ટર વરી શ્રી અરિહતેને જયનાદ છે. જગતના મેહરૂપી દુશમન સામે, તેની સત્તા સામે જમ્બર પડકાર છે.
જૈન તત્વ રહસ્ય