________________
તેની પરીક્ષા તે જ્ઞાની પુરુષો પોતાના જ્ઞાન બળથી જ કરી શકે છે. જેવી રીતે રનની પરખ કરનાર માણસ (ઝવેરી) રત્નને જોતાં જ તેને પારખી જાય છે, તેવી જ રીતે સાચો જ્ઞાની તેવા જ્ઞાનીને ઓળખી લે છે.
જેઓ મંદ બુદ્ધિના છે, તેમની સ્થિતિ મૂઢ જેવી હોય છે. તેઓ જાગૃત અને સુવિચાર મગ્ન બને છે ત્યારે તેમનું આચરણ સુધરે છે. પણ તેઓ સુવિચાર વિમુખ થઈ જાય છે કે તરત જ દેહદષ્ટિવાળા થઈ પશુની માફક દુઃખ વગેરે ભાવ અનુભવે છે.
સાચા સાધકને તેમની સાધના અને જાગૃતિ અનુસાર ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થતી હોવાથી છેવટે તેમની વાસનાઓ બળી ગયેલા દોરાની માફક તેમને બંધનરૂપ થતી નથી.
આરંભમાં સાધકને વ્યવહાર કે સ્વરૂપાનુસંધાન વગરને હેય છે, છતાં વારંવાર તેને સ્વરૂપાનુસંધાન પ્રાપ્ત થતું હોવાથી, તેને મધ્યકાળને વ્યવહાર તેને બંધનરૂપ થતું નથી.
સિદ્ધ જ્ઞાની પુરુષને તે દેહમાં આત્મભાવ તે જ નથી. સ્વરૂપાનુસંધાનના અતિશય અભ્યાસના પરિણામે તેનું મન લય પામી ગએલું હોય છે. તેનું અંતઃકરણ હું આ દેહ નહિ, પણ આત્મા છું' એવા દેઢ નિશ્ચયમાં એકાકાર હોય છે.
જેન તત્ત્વ રહસ્ય