________________
જ્ઞાન સાધના
જ્ઞાની પુરુષનું લક્ષણ ઓળખવું બહુ મુશ્કેલ છે.
જેવી રીતે કે કેટલો શાસ્ત્રજ્ઞ છે. તે તેના શરીર, વસ્ત્ર કે આભુષણ ઉપરથી જાણી શકાતું નથી, તેવી રીતે આ જ્ઞાનીપણું ઓળખી શકાતું નથી.
જેમ પતે ચાખેલ રસને પોતે જ સમજી શકે છે, તેમ જ્ઞાન એ સ્વસંવેદ્ય છે. જેમ કીડીઓનો માર્ગ કીડીઓ જ જાણે છે, તેમ ચતુર અને વિદ્વાન માણસ, જ્ઞાનીને બાલવા વગેરે ઉપરથી ઓળખી કાઢે છે. બાહ્ય દેખાવ તે જ્ઞાની પુરુષોની માફક બીજા લોકો પણ કહી–બતાવી શકે છે, એ આપણા અનુભવની વાત છે, પણ જ્ઞાનીમાં અંતઃકરણની શુદ્ધિ એ મુખ્ય લક્ષણ છે.
માનાપમાન, લાભ કે નુકસાન, હાર કે છત જેના મનની સમતારૂપ સ્થિતિમાં કોઈ ફેરફાર કરી શકતાં નથી, તે જ્ઞાનીઓમાં ઉત્તમ સમજે.
જૈન તત્વ રહસ્ય
[ ૫૯