________________
અહીં જ્ઞાનથી આત્મ સ્વરૂપનું જ્ઞાન લેવાનું છે. અને ક્રિયાથી હિંસાદિ અશુભ ક્રિયાઓથી વિમુક્ત કરનારી ક્રિયાઓ સમજવાની છે. કારણ કે મોક્ષમાર્ગમાં આત્મા જ્ઞાન શૂન્ય જ્ઞાન, જે સમગ્ર જગતનું હોય, તો પણ તેની કેઈ કિંમત નથી. અને સાક્ષાત્ કે પરંપરાએ અહિંસાદિ. ભાવને ઉત્તેજન આપનારી ક્રિયાઓ સિવાયની ક્રિયાઓ (ધર્મ, પરલોક કે પરોપકારાદિ કઈ પણ નામે) ચાહે તેટલા પ્રમાણમાં થાય, તે પણ તેની કેઈ કિંમત નથી.
આત્મજ્ઞાન શૂન્ય જ્ઞાન કે કેળવણીને વિકાસ એ જેમ મોક્ષમાર્ગ નથી તેમ જ્ઞાન, વૈરાગ્ય કે અધ્યાત્મ આદિના નામે શુભ ભાવોને ઉત્તેજન આપનારી ક્રિયાઓનો નિષેધ પણ મોક્ષમાર્ગ નથી.
આત્માથી જીએ તે બંનેનું યથાર્ય સ્વરૂપ સમઅને તે બંનેમાંથી એકની પણ ઉપેક્ષા કર્યા વિના યથા.. શકય આરાધક-જીવન ગાળવા પુરુષાર્થ કરવો જોઈએ.
-
જેન તત્વ રહસ્ય