________________
શાસ્ત્રોમાં કહ્યું છે કે- ઘરમાં આગ લાગે ત્યારે લેક જેમ કણ-કપાસાદિ અન્ય વસ્તુઓને છેડીને એકાદ મહામૂલી વસ્તુ ગ્રહણ કરે છે અથવા રણસંગ્રામને વિષે સુભટ બીજે ઉપાય ન હોય ત્યારે તલવાર, ભાલા વગેરે શસ્ત્રોને છોડીને એક અમોઘ બાણ કે “શક્તિ આદિ શસ્ત્રને ગ્રહણ કરે છે. તેવી રીતે મરણકાળ ઉપસ્થિત થાય ત્યારે પૂર્વધરો પણ અન્ય શ્રુત યાદ રાખવા અસમર્થ હોય ત્યારે દ્વાદશાંગીને છોડીને શ્રી અરિહંત આદિના નમસ્કારને જ યાદ કરે છે. તેથી આ નમસ્કાર દ્વાદશાંગીને અર્થ છે તે સાબીત થાય છે,
અથવા સમગ્ર દ્વાદશાંગી પણ પરિણામ વિશુદ્ધ માટે જ ભણાય છે, તેથી તે દ્વાદશાંગીને અર્થ છે.
આ રીતે દ્વાદશાંગીથી સાધ્ય અર્થને સાધક હેવાથી અને મરણકાળે પણ સુખપૂર્વક સ્મરણય હેવાથી એક અપેક્ષાએ આ નમસ્કારનું માહાતમ્ય દ્વાદશાંગીથી પણ વધી જાય છે.
શાસ્ત્રકારોએ નામાદિ મંગળામાં આ નમસ્કારને પ્રથમ મંગળ કહ્યો છે અને વ્યાધિ, તસ્કર, અગ્નિ, જળ આદિના સર્વ ભયોને દૂર કરનાર બતાવ્યો છે.
કહ્યું છે કે- “ આ શ્રી નવકાર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે ભવસમુદ્રને શેષે છે તથા લોક અને પરલોકના સુખનું મૂળ છે.
માટે ઉઠતાં–બેસતાં, આવતાં-જતાં–અને જીવનની પ્રત્યેક પળે શ્રી નવકારનું સ્મરણ કરવાનું ઉપકારી મહર્ષિઓએ કહ્યું છું.
૬૪ ]
જેન તત્વ રહસ્ય