________________
શ્રી નવકારનું ધ્યાન યોગરૂપ છે.
શ્રી નવકારના અક્ષરોમાં કરણને સુદઢ વ્યાપાર હેવાથી તે ધ્યાન છે.
શ્રી નવકારના અર્થનું ચિંતન એ ભાવના છે
ભાવના ચંચળ ચિત્તે થાય છે, ધ્યાન સ્થિર ચિત્તે થાય છે.
- જ્ઞાન અને કિયા
નામ નમસ્કાર અને બુદ્ધિના આકારરૂપ સ્થાપનાનમસ્કાર જ્ઞાન માટે થાય છે.
દ્રવ્ય-નમસ્કાર ભાવ માટે થાય છે. ભાવ નમસ્કારનું સાક્ષાત્ કારણ દ્રવ્ય–નમસ્કાર છે.
મન-વચન-કાયાની એકાગ્રતાથી થતે નમસ્કાર એ દ્રવ્ય–નમસ્કાર છે. દ્રવ્ય સ્વયં ભાવમાં પલટાય છે, જ્ઞાન તેમાં સહાયક બને છે. જ્ઞાન એ ભાવ–નમસ્કારનું સહકારી કારણ છે, નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ દ્રવ્ય છે. દ્રવ્ય-ક્રિયા વિનાનું કેરું જ્ઞાન ભાવરૂપ બનતું નથી. જ્ઞાન વિનાની એકલી ક્રિયાપણ ભાવરૂપ બનતી નથી.
તેથી એક બાજુ શ્રી નવકારનું જ્ઞાન અને બીજી બાજુ નમસ્કારની ક્રિયા એ બે મળીને ભાવ-નમસ્કાર થાય છે. ભાવ–નમસ્કાર એટલે આત્માના શુદ્ધ પરિણામ, તે પરિણામ બેધરૂપ છે અને શ્રદ્ધારૂપ છે અને આશ્રવ નિરોધરૂપ હેવાથી કયંચિત્ ચારિત્રરૂપ પણ છે.
૭૦ ]
જૈન તત્વ રહસ્ય