________________
વિવેકી આ બંનેના સુમેળ સાધીને ધર્મની આરાધનામાં આગળ ધપતા હાય છે પરંતુ ક્રિયાનું એના સ્થાને જેટલું મહત્ત્વ છે. તેટલું જ મહત્ત્વ જ્ઞાનનુ' એના સ્થાને છે, એ શાસ્ત્ર વચનમાં નિષ્ઠા કેળવીને આત્માની શુદ્ધ અવસ્થાના પ્રાગટય કાજે સાધકે પ્રયત્નશીલ રહેવુ. જોઇએ.
અશુદ્ધ જીવને અનાદિની અશુદ્ધતાના કારણે-મુખ્ય એ દાષા ઘર કરી ગયા હૈાય છે. એક, તે શુદ્ધ ક્રિયામાં આળસ અને અશુભ ક્રિયામાં ઉમ’ગભેર પ્રવૃત્તિ તથા બીજો દોષ તે આત્મ સ્વરૂપનું અજ્ઞાન અને પરસ્વરૂપમાં આત્મસ્વરૂપના ભ્રમ.
આ બે દાષા જીવમાં એવા મૂળ નાખીને બેઠા હાય છે કે તે જ્યારે જ્ઞાનના મહિમા સાંભળે છે ત્યારે ક્રિયામાં આળસુ બની જાય છે અને જયારે ક્રિયાના મહિમા સાંભળે છે ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષાભાવવાળા બની જાય છે.
જીવની આવી અશુદ્ધ દશામાં જ્યારે તેને અયેાગ્ય ઉપદેશકના સયેાગ સાંપડે છે ત્યારે તેના આ ઢાષા "ઘટવાને બદલે અધિક પુષ્ટ થાય છે પરિણામે તે વધુ અશુદ્ધ બને છે.
જ્યારે તેને શુદ્ધ ઉપદેશક ગુરૂ મળે અને ઉક્ત બે દોષમાંથી એક પણ દોષ પુષ્ટ ન થઈ જાય તેવી સાવધાની પૂર્વક ઉપદેશ આપે ત્યારે તે જો સચેતન હાય, તા જ્ઞાન અને ક્રિયા ઉભયની યથાય આરાધના કરતા થાય.
જૈન તત્ત્વ રહસ્ય
[ ૫૭