________________
જરૂરી ભેદોને પણ નાશ કરી નાંખવા, એ ચારના પાપે શાહુકારના નાશ કરવા જેવુ' ઉતાવળિયુ* અને અઘટિત પગલુ છે.
તાપ કે સમ્યક્ શ્રદ્ધા એ આંધળાની લાકડી કરતાંય અધિક ઉપકારક છે. બુદ્ધિને શ્રદ્ધાના પગ કહીએ તા, શ્રદ્ધા એ બુદ્ધિની આંખ છે.
એ રીતે જોતાં-વિચારતાં પણ યથાર્થ શ્રદ્ધાનુ જીવનના સદેશીય ઘડતરમાં આગવુ સ્થાન છે જ.
બાળક માતાને બુદ્ધિ વડે નહિ શ્રદ્ધા વડે સમર્પિત થાય છે. તે રીતે આપણે પણ શ્રદ્ધાપૂર્વક દેવ-ગુરૂને સમર્પિત થઈને આત્મ કલ્યાણના પંથે આગળ વધીએ.
L
જૈન તત્ત્વ રહસ્ય
[ ૫૩