________________
કિન્તુ સમ્યફ બની રહે, તે માટે જેટલે પ્રયત્ન કરવામાં આવે તેટલો ઓછો છે.
જ્ઞાનને સુધારનાર જેમ શ્રદ્ધા છે. તેમ બગાડનાર પણ શ્રદ્ધા છે. માત્ર જ્ઞાનથી ફૂલાઈ જવાનું નથી. વિશાળમાં વિશાળ જ્ઞાન પણ વિપરીત શ્રદ્ધાથી યુક્ત હય, તે તે જ્ઞાન તારનારૂં થઈ શકતું નથી, પરંતુ ડૂબાડનારૂં જ થાય છે.
ઝેરનો એક કણ જેમ દૂધથી ભરેલા વાસણને ઝેર સ્વરૂપ બનાવી દે છે, તેમ વિપરીત શ્રદ્ધાથી યુક્ત આત્માને સેંકડો ગ્રન્થનું અધ્યયન પણ ઝેર સ્વરૂપ બની જાય છે.
તલવાર એ શત્રુને ઘાત કરનારી હોવા છતાં તેને ઉપગ નહિ કરી શકનાર બાળકના કે ઉન્મત્ત માણસના હાથમાં મૂકાય, તે તે તેને પોતાને જ ઘાત કરનારી થાય છે. તેમ જ્ઞાન એ ઉત્તમ અને તારક હોવા છતાં જે તે વિપરીત શ્રદ્ધાથી ઓતપ્રોત થયેલું હોય તે તે તેના માલિકને ઉત્તમ બનાવવાના બદલે અધમ જ બનાવે છે. અથવા ઊંચે ચઢાવવાના બદલે નીચે જ પાડે છે. એટલે ઉન્નતિનું પગથિયું એ જ્ઞાન નથી, પણ સાચી યથાર્થ શ્રદ્ધા છે, એ વાત વધારે દઢ થાય છે.
જ્ઞાનના મદમાં આવી જઈ જેઓએ પોતાની શ્રદ્ધાને સુધારવાનો પ્રયત્ન છોડી દીધે, તેઓ જ્ઞાની તે બન્યા, પણ પોતાની સ્થિતિ કે ગતિને સુધારી શક્યા નહિ.
જૈન તત્વ રહસ્ય
[ ૪૯