________________
એ છે કે શ્રદ્ધાની ઉત્પત્તિમાં જે જ્ઞાન કારણ છે, તે જ્ઞાન પિતાનું નહિ પણ પરનું સમ્યગૂ જ્ઞાન, જ્ઞાનમાં રહેલી વિપરીતતાને ટાળનારૂં થાય છે. અને જ્ઞાનની વિપરીતતા ટળે એની સાથે જ શ્રદ્ધા ગુણ ઉત્પન્ન થતું હોવાથી શ્રદ્ધાનું મૂળ જ્ઞાન છે, એ કથન અક્ષરશઃ સાચું છે.
નિસર્ગ–સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ વખતે પણ બાહ્ય આલંબને કે પરાધિગમ નહિ હોવા છતાં દર્શન મોહનીય આદિ પ્રકૃતિઓના આંતરિક ક્ષપશમથી પૂર્વનું જ્ઞાન એ જ શ્રદ્ધારૂપે પરિણમે છે. તેથી ત્યાં પણ શ્રદ્ધાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ જાતની હરકત નથી.
શ્રદ્ધાનું મૂળ જેમ જ્ઞાન છે, તેમ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે એ વાત પણ તેટલી જ સાચી છે. આમ તે કઈ પણ આત્મા, કઈ પણ ક્ષણે જ્ઞાન રહિત હેતે નથી. પરંતુ શ્રદ્ધા ગુણના પ્રાદુર્ભાવ પહેલાનું તે જ્ઞાન એ જ્ઞાન, અજ્ઞાનરૂપ અર્થાત્ વિપરીત જ્ઞાન ગણાય છે, યથાર્ય જ્ઞાન કે સમ્યગૂ જ્ઞાનની ઉત્પત્તિ સમ્યગૂ શ્રદ્ધાને પછી જ થાય છે. એ અપેક્ષાએ સમ્યગ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે એ કથન બરાબર છે.
સમ્યગૂ જ્ઞાન અને શ્રદ્ધા ઉભયની ઉત્પત્તિ એક કાળે હોવા છતાં એ બંનેના કારણે જુદા જુદા પડી જતાં હોવાથી નયવાદની દષ્ટિએ જ્ઞાનનું મૂળ શ્રદ્ધા અને શ્રદ્ધાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ બાધ નથી. જૈન તત્વ રહસ્ય