________________
છે. તેથી એ અંશ જિનમત માન્ય થયો. અન્ય મતમાંથી એકાંત અંશ કાઢી નાખીને એની ઉપાસના કરવામાં આવે, તો એ ઉપાસના એ જિનમતની જ ઉપાસના થઈ અને તે પણ જીવને ઉત્ક્રાંતિ તરફ લઈ જાય છે.
સ્યાદ્દવાદ દષ્ટિ આવી એટલે બધા ના મળીને જિનમત બની જાય છે. એકેક નય ઉપર રચાયેલા જુદા જુદા દર્શનેમાં સત્યના અંશ રહેલા છે, પણ તે એકાંત દષ્ટિને કારણે દૂષિત બની જાય છે. એકાંત દષ્ટિ ગઈ અને સ્યાદવાદ દષ્ટિ આવી એટલે બધું ઉપયોગી બની જાય છે.
ધર્મ એ ક્રિયા નથી. પણ અકિયતા છે. સંગ્રહ કરવાની ક્રિયા છોડવી એનું નામ અપરિગ્રહતા છે. ધર્મ ક્રિયાથી કર્મબંધ થાય છે, માટે ધર્મ ક્રિયા પણ છેડવી જોઈએ, એમ કહેનારા ધર્મ ક્રિયાનું સાચું સ્વરૂપ જાણતા નથી. ધર્મ કિયા એ ક્રિયારૂપ ભાસે છે, પણ સ્વયં કિયા રૂપ નથી. અધર્મની ક્રિયાથી છૂટવા માટે થતી ક્રિયાને કિયા નહિ પણ અક્રિયા કહેવી જ યંગ્ય છે. કેમ કે એનું અંતિમ પરિણામ અક્યિ પદની પ્રાપ્તિમાં આવે છે, એટલે અક્રિય પદની પ્રાપ્તિ કરાવે તે ક્રિયા પણ તત્ત્વથી અક્રિયા છે.
આ રીતે ધર્મ મહાસત્તા અત્યંત ઉપકારક છે. '
જન તત્વ રહસ્ય