________________
તેનાથી મન બધાય છે. વાણી સુધરે છે.
પાપ શકાય છે.
પુણ્ય વધે છે. સુખ મળે છે.
દુઃખ ટળે છે.
એક નમસ્કાર મંત્ર જેટલા નાનકડા સૂત્ર વડે મ'ગળનું આગમન થાય છે, તેા ચૈત્યવંદન, દેવવ ́દન અને પ્રતિક્રમણ ક્રિયામાં આવતાં માટાં સૂત્રો વડે તે કાય વધુ પ્રમાણમાં કેમ ન થાય ? અર્થાત્ અવશ્ય થાય. અને એ કરવા માટે જ સૂત્રોની રચના છે. અને સૂત્રોના -અવલંબનપૂર્વક થતી ધર્મ ક્રિયા વડે સમગ્ર જીવન ધાર્મિક અકુશમાં આવી જાય છે. આ એક પ્રકારની આધ્યાત્મિક કસરત છે.
સૂત્ર, અર્થ અને તદ્રુભયના આલખનપૂર્વક થતી પ્રત્યેક ધર્મક્રિયાની પાછળ દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વનુ અહુમાન અને આદરપૂર્વક આરાધના થાય છે. અને એ આરાધના વડે જીવ કમશઃ આધ્યાત્મિક ઉન્નતિના શિખરે પહોંચે છે.
શારીરિક વ્યાયામનું જે શાસ્ત્ર હોય છે, તે કેવળ ભણી જવા પૂરતું જ નથી હોતું, પણ દેહને દૃઢ સ્કુતિ - મય, સશક્ત બનાવવા માટે હાય છે. તેમ માનસિક વ્યાયામ કહા કે આધ્યાત્મિક વ્યાયામ કહા તે માટે ડ્ડિયાના સૂત્રો છે.
૨૮ ]
જૈન તત્ત્વ રહસ્ય