________________
ઉપદેશ કે શિક્ષણને હેતુ કેવળ બાવન અક્ષરોની રચનાવાળું શબ્દજ્ઞાન આપવાનું નથી, પણ જીવન અત્યંત વિશુદ્ધ, ઉદાત્ત અને શક્તિવાળું બનાવવાનું છે.
આ હેતુ જીવનગ્રંથમાં વર્ણવેલી અને ઉપદેશમાં કહેલી વિગતે પિપટપાઠની જેમ બેલી જવા માત્રથી કે તેને શબ્દાર્થ માત્ર જાણી લેવાથી સિદ્ધ થતું નથી, પરંતુ સુગુરૂના વિશુદ્ધ મનને સંબંધ, શિષ્યના મન સાથે થાય છે ત્યારે સિદ્ધ થાય છે.
આત્માનુભવને ઉપાય આત્મસ્વરૂપ કેવળ અનુભવગમ્ય છે. તે અનુભવ મન, વાણી અને દેહથી અલગ થયા સિવાય, યથાર્થ વિરક્તિ સિવાય થતો નથી.
અનુભવ દ્વાર ખેલવા માટે સાચા પ્રેમથી ભરેલ એકજ “સાદ' બસ છે. -
મન, વાણી અને દેહથી અલગ થઈને, પર બીજાને સમગ્ર સાચા પ્રેમથી જો એ સાદ કરવામાં આવે તે આજે જ આ ક્ષણે જ હૃદયના ઊંડાણમાં તે અનુભવ થ શકય છે.
મનુષ્ય પોતાને સઘળે પ્રેમ આજે આત્મસ્વરૂપ સિવાય બીજે બધે પાથરી બેઠો છે. કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગને વશ થઈ, પોતાને છેડી પરમાં પોતાને બધે પ્રેમ વિખેરી બેઠો છે. ૪૦ ]
જૈન તત્વ રહસ્ય