________________
જ્ઞાન ગુરુકૃપાથી
ખરૂં જ્ઞાન વૈખરી વાણીના અનેક વર્ષોના સંબંધ થવાથી થતું નથી. પણ ગુરૂના વિશુદ્ધ વિચારના પ્રવાહને શિષ્યના માનસિક દ્રવ્ય સાથે સંબંધ થવાથી ખરૂં જ્ઞાન
સ્પર્શે છે જ્યારે ગુરૂ સાથે મનની એકતા થાય ત્યારે, શિષ્ય હજારે કે લાખો ગાઉ દૂર હોય તે પણ ગુરૂના અનુભવ જ્ઞાનને પ્રકાશ. શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે.
ગુરૂએ જ્ઞાન આપવા માટે હંમેશાં વાણુનો ઉપયોગ કરે જ પડે, એવો એકાંત નિયમ નથી, જ્ઞાનની ઉચ્ચ ભૂમિકામાં વિચરતા જ્ઞાની પુરૂષના અંતઃકરણમાંથી વિચાર-જ્ઞાનની સૂક્ષ્મ ધારાને પ્રવાહ, અધિકારી શિષ્યની હૃદયભૂમિ પર પડે છે, ત્યારે તેમાં નૂતન ધરૂપ જ્ઞાનની વાડી ઉગી નીકળે છે.
આ માટે જ્ઞાનની જિજ્ઞાસાવાળા શિષ્ય ગુરૂના અને પોતાના મનને સંબંધ થવા માટે પોતાના મનને યોગ્ય
૩૮ ]
જૈન તત્વ રહસ્ય