________________
અધિકારવાળું કરવાની આવશ્યકતા રહે છે. શિષ્યના મનની આવી ગ્યતા, ગુરૂમાં ઈઝ બુદ્ધિ ધારણ કરવાથી સિદ્ધ થાય છે. તેનું કારણ એ છે કે શિષ્યનું મન તુચ્છ ગણતા વિષયોમાં ભ્રમણ કરતું હોય છે, તેથી તે નિકૃષ્ટ પ્રકારનું હોય છે. આવા અશુદ્ધ મનને, ગુરૂના વિશુદ્ધ મન સાથે યથાર્થ સંબંધ થઈ શક્તો નથી, તેથી શિષ્યનું કર્તવ્ય છે કે પિતાના મનને ઉચ્ચ વિષયમાં રમમાણ કરીને ઉચ્ચતાવાળું બનાવવું.
ગુરૂમાં ઈઝ બુદ્ધિ ધારણ કરીને, શિષ્ય જ્યારે પોતાના મનને પુનઃ પુનઃ ગુરૂની અભિમુખ કરવાનો પ્રયત્ન શ્રદ્ધાપૂર્વક કરે છે, ત્યારે શિષ્યનું મન, અશુદ્ધિ ત્યજીને વિશુદ્ધિ ધારણ કરતું થાય છે. અને તેમ થતાં ગુરૂના ઉચ મનને સંબંધ થવાથી યોગ્યતાવાળું બને છે.
કહ્યું છે કે જેને દેવતત્વ ઉપર ઉત્કૃષ્ટ ભક્તિ છે, અને તેવી જ ગુરૂ તવ ઉપર પણ છે, તે મહાત્માને શાસ્ત્રોમાંના અર્થો પ્રત્યક્ષ થાય છે. જ્યાં આવી બુદ્ધિ નથી હતી. ત્યાં જ્ઞાનનો કે ઉપદેશને છેડો બહુ બહુ તે શબ્દજ્ઞાન કે વાચિકજ્ઞાનમાં આવે છે. કિંતુ અનુભવજ્ઞાનરૂપે અંતરમાં પરિણામ પામવારૂપે નથી આવતે.
ઉપદેશનું પરિણામ અનુભવ જ્ઞાનમાં આવે એ અર્થે ઉપદેશદાતા ગુરૂ પ્રત્યે શિષ્ય બહુમાનવાળી ઉચ્ચ બુદ્ધિ રાખવી જોઈએ.
જેન તત્વ રહસ્ય