________________
ધમ ક્રિયાઓ વડે જેમ આત્માની સુષુપ્ત શક્તિએને જાગૃત કરી શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે માહ અને અજ્ઞાનના નાશ કરીને આત્મામાં છૂપાયેલા અનત જ્ઞાનને પ્રગટ કરી શકાય છે.
કેવળ શ્રુતજ્ઞાન મેળવવા માટે કે મતિજ્ઞાનને વિક સાવવા માટે જ તત્ત્વજ્ઞાનનું અધ્યયન, જૈન શાસ્ત્રોમાં વિહિત થયેલ નથી, પણ તે વડે જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય આદિ કર્મોને ખપાવીને લેાકાલેાકપ્રકાશક કેવળજ્ઞાન મેળવવાના ઉદ્દેશ છે.
પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશે!વિજયજી મહારાજ (શ્રી) જ્ઞાનસારના આઠમા ત્યાગાકમાં છઠ્ઠા લેાકનું વિવરણ કરતાં ફરમાવે છે કે–જ્ઞાનાચાર પ્રત્યે એમ કહ્યું છે કે “જ્યાં સુધી તારા પ્રસાદથી શુદ્ધ પદ કેવળજ્ઞાન ન પ્રગટે, ત્યાં સુધી મારે તારી સેવા કરવાની છે.” શુદ્ધ સકલ્પપૂર્વક સર્વ ક્રિયા લેખે લાગે, સ’કલ્પહીન ક્રમ ફળે નહિ.
કેવળજ્ઞાનના પ્રાગટય માટે જ્ઞાન ભણવાનું છે, ક્ષાયિક સમ્યકૃત્વ પ્રાપ્તિ માટે દનાચારને સેવવાના છે. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે ચારિત્રાચારને પાળવાને ં છે. શુકલ ધ્યાનના લાભ માટે તપાચારનું સેવન કરવાનું છે, અક્રિય પદની પ્રાપ્તિ માટે વીર્યાચારનુ પાલન કરવાનુ છે.
શ્રી દશ વૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને · શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર વગેરે આગમ ગ્રન્થામાં જ્ઞાનના
- ૩૦ ]
જૈન તત્ત્વ રહસ્ય