________________
ધર્મને પાયો
સુખનું મૂળ ધન છે, આરોગ્ય છે. દીર્ધાયુષ્ય છે, એ સહુ વ્યવહારથી સમજી શકે છે, પણ ધન, આરોગ્ય કે આયુષ્યનું મૂળ શું છે? તે કઈ વિરલ મનુષ્ય જ -જાણે છે.
શાસ્ત્રકારો જણાવે છે કે છેદાયેલા મૂળવાળું વૃક્ષ કે કપાયેલા મસ્તકવાળા સુભટ જેમ વધુ કાળ ટકી શકતા નથી, તેમ ધર્મ હિનના ઘન સુખ કે આરોગ્ય અધિક સમય ટકી શકતા નથી.
ધર્મ એ ધન, આરોગ્ય કે દીર્ધાયુષ્યનું મૂળ છે. એટલું જ નહિ, પણ સ્વર્ગ કે અપવગ (મોક્ષ)ના સુખનું મૂળ પણ તે જ છે. ધર્મ વિના સુખી થઈ શકીએ કે સગતિ મેળવી શકીએ એમ માનવું એજ મેટું અજ્ઞાન છે.
જેન તત્વ રહસ્ય
[ ૨૫