________________
દોરાય છે. તેને શામ્રાજ્ઞાન તેમ કરતાં અટકાવે છે અને કહે છે કે ધર્મના અભાવે જ ધનને અભાવ છે, તેથી આ લેક અને પરલોકમાં સાચું ઉપયોગી ધન જેને જોઈતું હોય, તેણે ધમને જ આશ્રય લેવો હિતકર છે, એ ધર્મને આશ્રય લેવા માટે મળેલી આ માનવભવરૂપી અમૂલ્ય તકને જતી ન કરતાં, તત્કાલ વધાવી લેવી જોઈએ. કારણ કે આ તક, વારંવાર મળતી નથી. ક્યારેક મળે છે, તે ઉત્તમ સામગ્રી સાથેની નથી હોતી. માટે પળનાય વિલંબ વિના આ માનવભવને ધર્મની આરાધના વડે સાર્થક કરે તે સ્વ-પર શ્રેયસ્કર કાર્ય છે.
૨૪.
જેન તત્વ રહસ્ય