________________
- આજ તે એ દરિદ્રતાનું સર્વત્ર સામ્રાજ્ય હોય તેમ જણાય છે. થોડાક ધનવાન માણસોને બાદ કરતાં મોટા ભાગના મનુષ્ય પોતાનું જીવન કષ્ટથી ગુજારતા માલુમ પડે છે. જીવન જીવવાની હાડમારીઓ વધતી જાય છે. ખાવાને અન્ન, પીવાને જળ, પહેરવાને વસ્ત્ર, રહેવાને ઘર, કમાવાને ધન-એમ દરેક વસ્તુની તાણ વધતી જાય છે. તે બધા વચ્ચે માર્ગ કાઢે તે આજે બુદ્ધિમાન મનુષ્યને પણ કઠીન થઈ પડયું છે.
દેશનાયકે અને રાજ્ય અધિકારીઓ અનેક યોજનાઓ ઊભી કરે છે, પરંતુ દરિદ્રતાને નાશ કરવાને ઊભી થયેલી તે યોજનાઓ જ જાણે નવી દરિદ્રતાને ખેંચી ન લાવતી હોય તે અનુભવ થાય છે.
દરિદ્રતાનું કષ્ટ નિવારણ કરવા માટે આજના સમયે ‘ભારેમાં ભારે પ્રયત્ન થઈ રહ્યા છે તે પણ તેને જીતી શકાતી નથી એ એક નક્કર સત્ય છે—લક તેને વિવિધ દષ્ટિથી જુએ છે અને તેને આજે નહિ તે કાલે દૂર કરીશું એમ માનીને વિવિધ પ્રકારના પ્રયત્નમાં મશગુલ રહે છે.
શાસ્ત્રકારો સાચું જ કહે છે કે-“પુરુષો અર્થની પ્રાપ્તિને–આજે નહિ તે કાલે, અને કાલે નહિ, તો પરમે એ રીતે થાક્યા વિના ચિંતવ્યા કરે છે, પરંતુ પોતાનું આયુષ્ય બાબામાં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં જેતા નથી.” જૈન તત્વ રહસ્ય