________________
આરાધક બનાવીને સુખી કરું. તેમાં સક્રિય રસ લેતા થાય એવી યોજના કરું
પરમ કરૂણાવંત શ્રી તીર્થંકર પરમાત્માની ઉક્ત ભાવના નિગોદના છ સુધી પહોંચે છે. તેઓશ્રીના જન્મ સમયે નરકના જીવને ક્ષણભર શાતા મળે છે. અને તે જ સમયે સમગ્ર વિશ્વમાં એક હીલચાલ કંપને સ્વરૂપે થઈ જાય છે. એ કંપનોની અસર નરક અને નિગાદ સુધી વિસ્તરે છે, કારણ કે તીર્થકર નામકર્મ નિકાચતી વખતે સર્વ જીવોના કલ્યાણની એમની ભાવના અત્યંત ઉત્કટ હોય છે. માટે એમનું આધિપત્ય અને અસર પણ ત્રણે જગતમાં પથરાઈ જાય છે.
પ્રવચન-પુરૂષ એ ક્ષાપશમિક ભાવ છે. એમ શાસ્ત્રકારો ફરમાવે છે. સમ્યગ દષ્ટિ જીવ માત્રને ક્ષપશમ ભાવ એજ ભાવથી શ્રી જિન પ્રવચન છે.
પ્રવચન એટલે મોક્ષને માર્ગ. શ્રી જિનેશ્વરદેવ માર્ગ સ્વરૂપ પણ છે. એ અપેક્ષાએ પ્રત્યેક જૈન એ આંશિક જિન સ્વરૂપ છે. એક અંશમાં શ્રી તીર્થંકર પરમાત્મા સમાન છે. માટે જ જૈન થનારની જવાબદારી વહન ન કરી તે ધર્મ મહાસત્તા તેને એ સ્થાનથી ઉતારી મૂકે છે. કર્મ સત્તા દ્વારા નરક, નિગોદ કે તિર્યંચમાં ધકેલી દે છે. - જેમ સેની, સેનાને શુદ્ધ કરવા માટે તાપમાં મૂકે છે, તેમ ધર્મ મહાસત્તા જીવને એના શુદ્ધિ કરણ ૧૪ ]
જેન તત્વ રહસ્ય