________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૨૨
તો દેવરમણ ઉદ્યાન ભૂત-પ્રેત અને પિશાચોની ક્રીડાભૂમિ બની ગઈ છે. તે સતી સ્ત્રીને ડરાવીને, વશ કરવા, મહારાજા દશાનને કાળો કેર વર્તાવ્યો છે.’
‘સારું તું જા. હું હવે એ અંગે સુયોગ્ય કરીશ.’
પરિચારિકા ત્યાંથી સડસડાટ ચાલી ગઈ. ક્ષણભર બિભીષણ ત્યાંનો ત્યાં ઊભો રહી ગયો.
બિભીષણનું મન વિહ્વળ બની ગયું. રાક્ષસકુળમાં આવું અપકૃત્ય આ પૂર્વે કોઈએ કર્યું ન હતું. આવા કૃત્યથી બિભીષણને ઘણો ખેદ, ઉદ્વેગ અને ચિંતા થઈ. તેણે રૂબરૂમાં જ સીતાજીને મળવાનું નક્કી કર્યું. તેને ઊંઘ ન આવી. આખી રાત એણે વિચારોમાં વિતાવી.
પ્રભાત થયું.
બિભીષણ રથમાં બેસી દેવરમણ ઉદ્યાનમાં આવી પહોંચ્યો. દશમુખ રાવણ ત્યાં જ બેઠેલો હતો. બિભીષણ સીતાજી પાસે આવ્યો અને એક બાજુ બેસી, તેણે સીતાજીને પૂછ્યું :
‘ભદ્રે, હું પરસ્ત્રીસહોદર બિભીષણ છું. તું મને કહે કે તું કોણ છે? ક્યાંથી આવી છે? તું કોની પત્ની છે? તારો પરિચય મને આપ.’
સીતાજીએ બિભીષણનાં લાગણીભર્યાં વચનો સાંભળ્યાં. તેમને લાગ્યું કે ‘આ મધ્યસ્થ પુરુષ છે.' તેમણે નીચી નજરે બિભીષણને કહ્યું.
‘ભાઈ, હું મિથિલાના રાજા જનકની પુત્રી છું. ભામંડલની બહેન છું. શ્રી રામ મારા પતિ છે. મહારાજા દશરથની પુત્રવધૂ છું. પતિ અને દેવર લક્ષ્મણની સાથે હું દંડકારણ્યમાં આવી હતી. મારા દેવર લક્ષ્મણ એક દિવસ ફરતા ફરતા દંડકારણ્યમાં એક વાંસની જાળ પાસે પહોંચ્યા. તેમણે ત્યાં આકાશમાં ભટકતા ખડગને જોયું. કુતૂહલથી તેમણે ખડગને પોતાના હાથમાં લીધું, ખડગને ઘુમાવી વાંસની જાળ પર ઘા કર્યા. એ વાંસની જાળમાં રહેલા કોઈ સાધકનું માથું કપાઈ ગયું. મારા દેવરને ખબર પડી કે ખડગ લોહીથી ખરડાઈ ગયું હતું. તેમણે વિચાર્યું : ‘ : ‘કોઈ નિરપરાધી મનુષ્ય મારા હાથે મરાયો.' તેમને ઘણું દુઃખ થયું. તેઓ પોતાના અગ્રજ પાસે આવ્યા અને બનેલી ઘટના કહી સંભળાવી. ત્યાં એ ખડગ-સાધકની કોઈ ઉત્તર-સાધિકા સ્ત્રી મારા દેવરના પગલે પગલે રોષથી ધમધમતી, જ્યાં અમે હતા ત્યાં આવી પહોંચી.
પરંતુ તે સ્ત્રીએ જ્યાં મારા પતિનું અદ્ભુત રૂપ જોયું. તે કામપરવશ થઈ
For Private And Personal Use Only