________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિભીષણ
૯૨૧ રાવણે લીલા સંકેલી લીધી.
પરંતુ બીજી બાજુ રાવણની આ લીલાએ ઉદ્યાનની પરિચારિકાઓને ભયભીત કરી મૂકી. ઘણી પરિચારિકાઓને સીતાજી પ્રત્યે સહાનુભૂતિ હતી. રાવણે જ્યારે ઉપદ્રવોથી સીતાજીને ડરાવીને વશ કરવાનો પ્રયોગ આરંભ્યો ત્યારે કેટલીક પરિચારિકાઓ ઉદ્યાનમાંથી ભાગી ગઈ હતી, એક પરિચારિકાએ વિચાર્યું : બિચારી અસહાય સીતા પર લંકાપતિ કેવો કાળો કેર વર્તાવે છે? એના અંતઃપુરમાં સ્ત્રીઓનો કોઈ પાર નથી, છતાં આ પવિત્ર મહાસતીને કેવી ફસાવી છે? શું મહારાજા બિભીષણ આ વાત નહીં જાણતા હોય? આ રાક્ષસકુળમાં એકમાત્ર બિભીષણ જ ન્યાયી અને પવિત્ર પુરુષ છે. મારે તેમને સમાચાર આપવા જોઈએ.”
પરિચારિકા મહારાજા બિભીષણના રાજમહેલે પહોંચી. બિભીષણ મહેલની અટ્ટાલિકામાં ઊભા. લંકાની રાત્રિશોભા જતાં હતાં. પરિચારિકાને ગભરાયેલી અને દોડતી આવતી જોઈ, બિભીષણ સ્વયં નીચે ઊતરી આવ્યાં. પરિચારિકાએ પ્રણામ કર્યા.
મહારાજા,” પરિચારિકાએ આસપાસ ભયભીત દૃષ્ટિથી જોયું. બિભીષણે કહ્યું :
તું નિર્ભય છે, જે કહેવું હોય તે કહે.” મહારાજા, દેવરમણ ઉદ્યાનનો કાંડ આપનાથી પરિચિત હશે?” નહીં, હું કંઈ જ જાણતો નથી.”
મહારાજા દશાનન એક પવિત્ર સ્ત્રીનું અપહરણ કરી લાવ્યાં છે. તેને વશ કરવા મહાદેવી મંદોદરી પણ આજે દિવસના છેલ્લા પ્રહરમાં આવેલાં, પરંતુ તે
સ્ત્રી ઘણી જ દૃઢ અને નિર્ભય છે. મહારાજાની માગણીને એવા તો કઠોર શબ્દોમાં ધુતકારી કાઢી કે.
તું શું કહે છે?' બિભીષણ સીતા-અપહરણથી માંડી આજદિન સુધી સાવ અણજાણ જ હતા. રાવણની અંગત બાબતોમાં એ માથું મારતા જ નહીં.
એ સ્ત્રીનું નામ?” “એનું નામ છે વૈદેહી સીતા.” એના પતિનું નામ?”
એ સ્ત્રી બસ, આખો દિવસ શ્રી રામ... શ્રી રામ... કર્યા કરે છે. એટલે એના પતિનું નામ “શ્રી રામ હોવું જોઈએ. રાજન, આજે સૂર્યાસ્ત થયા પછી,
For Private And Personal Use Only