________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિભીષણ
૩૧૯ જય હો' કહી અભિવાદન કર્યું. મંદોદરી રથમાંથી ઊતરી, અશોકવૃક્ષની નીચે
જ્યાં સિતાજીનો નિવાસ હતો, ત્યાં આવી. પરિચારિકાએ મંદોદરીની ઓળખાણ કરાવી. મંદોદરી જમીન પર સીતાની સન્મુખ બેઠી અને ક્ષણભર વિસામો લઈ બોલી :
વૈદેહી, હું એક પ્રાર્થના કરવા આવી છું.” સીતાએ ઉત્તરમાં માત્ર મંદોદરી સામે જોયું.
હું તારી દાસી બનવા તૈયાર છું, જો તું મારી એક વાત માને તો.' સીતાએ કોઈ જવાબ ન આપ્યો.
તું જાણે છે કે હું દશાનનની પટરાણી છું. હું મારું સ્વમાન ત્યજીને, તને વિનવવા આવી છું... વૈદેહી, તું લંકાપતિના હૃદયમાં વસી ગઈ છે, તારા વિના દિશાનન દીન-હીન બની ગયા છે. તેઓ તારાં ચરણે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છે. હું તેમની વાત માની જા. ખરેખર તું ધન્ય છે. વિશ્વસેવ્ય મારો સ્વામી તારાં ચરણોમાં આળોટવા અધીર બન્યો છે. માટે તું તપસ્વી રામની આશા હવે ત્યજી દે. તપસ્વી રામ કરતાં ઘણું વધારે સુખ તને દશાનન આપશે. એ જંગલમાં રખડતા...”
બસ કર,’ સીતાજીએ પોતાને બે હાથ કાન પર દઈ દીધા. તેમનું મુખ રોષથી લાલ-લાલ થઈ ગયું, તેમનો શ્વાસ જોશભેર ચાલવા લાગ્યો.
ક્યાં શિયાળિયા જેવો તારો પતિ અને ક્યાં સિંહ જેવા શ્રી રામ! ક્યાં કાગડા જેવો તારો સ્વામી અને ક્યાં હંસ જેવા રામ. તું બસ કર. તમે દંપતી, સરખે સરખી જોડી મળી છે, પરસ્ત્રી સાથે ક્રીડા કરવા ઉત્સુક તારા પતિની દૂતી થઈ, તું આવી છે? જા, ચાલી જા અહીંથી, તારું મુખ જોવામાં પણ પાપ લાગે છે, તો પછી બોલાવવાની તો વાત જ ક્યાં? તું મારા દૃષ્ટિપથમાંથી દૂર થા.”
સીતાએ પોતાનું મુખ ફેરવી લીધું.
“મંદોદરી પાછી ન આવી, શું થયું હશે?” રાવણ અધીર બની દેવરમણ ઉદ્યાનમાં આવી પહોંચ્યો. મંદોદરી અને સીતાનો વાર્તાલાપ સાંભળી, તેની આશાઓ પર પાણી ફરી વળતાં દેખાયાં. તેણે સીતાને કહ્યું :
સીતે! કોપ ન કર, મંદોદરી તારી દાસી છે! તું લંકાની અને લંકાપતિ દશાનનના હૃદયની સામ્રાજ્ઞી છો. હું પણ તારાં ચરણોનો દાસ છું. દેવી જાનકી, મારા પર દયા કરો. આ માણસને તું દૃષ્ટિથી જો તો ખરી. તારા વિના હું
For Private And Personal Use Only