________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક છ3. બિભીષણ :
રાવણના અંતઃપુરમાં ચંદ્રનખાના રુદને સહુને ગમગીન બનાવ્યા હતા. પુત્ર સુંદની સાથે ચંદ્રનના પાતાળલંકાથી લંકા ભાગી આવી હતી.
રાવણને જોતાં જ ચંદ્રનખા તેના ગળે વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
‘ભાઈ, હું હણાઈ ગઈ. દુષ્ટ દેવે મારું સર્વસ્વ લૂંટી લીધું. પુત્ર મરાયો, પતિ હણાયો, બે દેવર પણ યમરાજને ત્યાં ગયા. ચૌદ હજાર સુભટો પણ રણમાં રોળાઈ ગયા! રાવણ સ્તબ્ધ બની ચંદ્રનખાની વાત સાંભળી રહ્યો.
સહોદર, અભિમાની અને વિશ્વવિજેતા એવો તું જીવતો છે અને તારી આ બહેન રસ્તાની રઝળતી ભિખારણ બની ગઈ. પાતલલંકા પણ ગઈ. એક પુત્ર અને બીજો મારો જીવ લઈ તારા શરણે આવી છું. મારી રક્ષા કર, હું ક્યાં રહું?”
ચંદ્ર, ખરેખર તારા પર દુઃખના ડુંગરો તૂટી પડ્યા, પરંતુ બહેન, તું અહીં સુખેથી રહે, તારા પતિ અને પુત્રોને હણનારને હું અલ્પ સમયમાં જ હણી નાખીશ.”
રાવણે પોતાના દુપટ્ટાથી ચંદ્રનખાનાં આંસુ લૂછી નાખ્યાં અને તેને ખૂબ આશ્વાસન આપ્યું. ચંદ્રનખાને રહેવા માટે રાવણે એક મહેલ આપ્યો અને રાવણ પોતાના વાસગૃહમાં આવ્યો. * રાવણના ચિત્તમાં મોટી ઊથલપાથલ મચી ગઈ હતી. એક બાજુ સીતાનો મોહ, સીતાનું રૂપ, સીતાનો સહવાસ રાવણને અકળાવી રહ્યાં હતાં. સીતાના મોહથી તે મૂઢ બની ગયો હતો. સીતાનું રૂપ તેને દિવસ અને રાત સતાવી રહ્યું હતું. સીતાનો સહવાસ મેળવવાની તીવ્ર ઝંખનાએ રાવણને હતબુદ્ધિ બનાવી દીધો હતો.
મંદોદરીએ વાસગૃહમાં પ્રવેશ કર્યો. તેણે લંકાપતિની દીનહીન સ્થિતિ જોઈ. તેણે ક્યારેય પોતાના સ્વામીને આવો અસ્વસ્થ જોયો ન હતો. તે રાવણની પાસે જઈ ઊભી રહી. પતિના નિર્શષ્ટ જેવા શરીરની પીઠ પર હાથ ફેરવતી મંદોદરી બોલી : “નાથ, આજે આટલી બધી ઉદાસીનતા શાથી?” રાવણ મૌન રહ્યો. તેની
For Private And Personal Use Only