________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
જૈન રામાયણ કેટલો દુઃખી છું તારી પ્રેમપૂર્ણ દૃષ્ટિનો હું અભિલાષી છું. તારા સુખદ સ્પર્શનો હું અધીર છું.”
રાવણ પોતાનાં ચૂંટણી પર બેસી ગયો. મહાસતી સીતાએ પોતાનું મુખ ફેરવી, સિંહણ જેવી ત્રાડ પાડી કહ્યું :
રે દુષ્ટ, કતાંતકાળની ક્રૂર દૃષ્ટિ તારા પર પડી જ છે. જ્યારથી તે રામપત્નીનું હરણ કર્યું છે, ત્યારથી ભીષણ કાળના ઓળા તારી ચારેકોર પથરાઈ ગયા છે. ધિક્કાર હો તારી આશાને કાળસદૃશ શ્રીરામ અને લક્ષ્મણની સામે તું કેટલું જીવવાનો છે?'
વૈદેહી પ્રિયે, તું આવાં વચન ન બોલ, હું તને ખૂબ ચાહું છું, મને બીજી કોઈ પરવા નથી, ભય નથી. બસ, તું મારા અંતઃપુરમાં આવી જા. મારા હૃદય પર તારું એકછત્રી સામ્રાજ્ય સ્થાપી દે. મારા માટે તે સ્વર્ગ બનશે, મારા માટે તે નંદનવન બનશે.”
સીતાજીએ કઠોર શબ્દોમાં રાવણને ધુતકારી કાઢ્યો, છતાં રાવણ વાસનાના વંટોળમાં એવો તો અટવાઈ ગયો હતો કે તે રાગના પ્રલાપ કરતો જ રહ્યો વામાવરથા વનીયરલી' - કામપરવશતા ખરેખર બળવાન હોય છે.
સૂર્ય અસ્ત થયો. રાવણ રાગ અને રોષથી આંધળો બન્યો. પ્રાર્થના, કાલાવાલા અને દીનતા કરવા છતાં સીતાએ તેનો અસ્વીકાર કર્યો ત્યારે રાવણ ક્રોધથી ધમધમી ઊઠ્યો. તેણે સીતાને ભયભીત કરી, વશ કરવાનો વિચાર કર્યો. રાવણ અનેક વિદ્યાઓનો જાણકાર હતો. ઘોર અંધકાર છવાઈ ગયો.
નિશાએ ભયાનક રૂપ ધારણ કર્યું. થોડી ક્ષણો પહેલાંનું નંદનવન જેવું દેવરમણ ઉદ્યાન ભયંકર દાનવોનું ક્રીડાસ્થળ બની ગયું. પિશાચો નાચવા લાગ્યા. પ્રેત અને વેતાલો અટ્ટહાસ્ય કરવા લાગ્યા. ભૂતો દોડવા લાગ્યાં. કાળા સર્પો અને ભીમકાય વાઘ-સિંહથી ઉદ્યાન ભરાવા માંડ્યું.
પરંતુ મહાસતી અસહાય ન હતાં. તેમણે શ્રી નવકાર-મંત્રનું ધ્યાન લગાવ્યું. કોઈ ભય નહીં, થડકારો નહીં, કોઈ દીનતા કે વિવશતા નહીં! રાવણે ઉપદ્રવો ચાલુ રાખ્યા. સીતાજીએ ધીરતાથી ને સ્વસ્થતાથી શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન ચાલુ રાખ્યું. રાવણનો દાવ નિષ્ફળ ગયો.
For Private And Personal Use Only