________________
૧૪] જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ પાટણ પાસે સહસ્ત્રલિંગ તળાવ છે. તેની પાસે જ વડનાં વૃક્ષોવાળું વડલી ગામ હતું. આજે એ તળાવ નથી, માત્ર તેનાં સ્મૃતિચિહ્ન છે, વડલી ગામ પણ નથી.
ત્યાંની જનતાએ પાટણથી ૧૫ માઈલ દૂર વડાવલી ગામ વસાવ્યું છે, જે અર્વાચીન ને વિદ્યમાન છે. અહીં તાંબર જૈનોનાં ઘરો છે, જિનાલય અને ઉપાશ્રય છે.
વડોદરા રાજ્ય પાટણના સહસ્ત્રલિંગ તળાવનું છેદકામ કર્યું ત્યારે આ વડલીના સ્થાનમાંથી એક ચરણપાદુકાવાળી શિલા મળી છે, જે હાલ પાટણના કુંભારિયાપાડાના સાગરગચ્છના - જન ઉપાશ્રયમાં સુરક્ષિત છે, તેમાં નીચે પ્રમાણે પાદુકાલેખ છે – ___ “संवत् १६२१ बैशाख शुदि १२ गुरु वडलीमध्ये भट्टारक - श्री विजयदानसूरि निरवाण हुवु तथा वदि (वरि) कमलपूजा करी तथा निरवाण आवी तेहनी श्री विजयदानसूरि वादानि आखडी मूकावी। श्री विजयदानसूरि गुरूभ्यो नमः ॥"
નેંધ – તેમના સ્વર્ગગમનની સાલ માટે ભિન્ન ભિન્ન ઉલ્લેખે મળે છે – (૧) આ પાદુકાલેખમાં ભટ્ટા, વિજયદાનસૂરિને સ્વર્ગસંવત્
૧૬૨૧ લખે છે. (૨) મહેધર્મસાગર ગણિવર આ. વિજયદાનસૂરિનું સ્વર્ગ ગમન વિ. સં. ૧૬૨૨માં વડલીમાં બતાવે છે. – (તપાગચ્છ પટ્ટાવલી ગા. ૧૯ ની ટીકા, વીરવંશાવલી,
વિવિધગ૭ પટ્ટાવલી પૃ૦ ૨૨૨) (૩) આશુમહાકવિ પં. શ્રી હેમવિજ્યગણી નેંધે છે કે, આ
વિજયદાનસૂરિનું સં૦ ૧૬૨૧ ના વૈશાખ સુદિ ૧૨ ના રોજ વડલીમાં રવગગમન થયું, અને જૈનસંઘે ત્યાં ભટ્ટા વિજયદાનસૂરિ અને આ૦ વિજયહીરસૂરિના સ્તૂપ બનાવ્યા.
(— વિજય પ્રશરિત મહાકાવ્ય, લો.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org