________________
૩૪૨] જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ જયારણમાં ચોમાસું કર્યું અને તે પછી સં. ૧૭૦૪માં જાલોરમાં ગુરુ પાસે ગયા હતા.
બંને આચાર્યો જાલોરથી વિહાર કરી આબુતીર્થની યાત્રા કરી ઈડર પધાર્યા. ભવ્ય વિજયદેવસૂરિ, આ. વિજયસિંહસૂરિ, પં. સત્યવિજ્યગણી, ૫૦ વીરવિજ્યજી, મહો. વિનયવિજયગણ આ વિહારમાં સાથે થઈ ગયા. તેઓએ કિયોદ્ધાર કરી સંવેગીમાર્ગ પ્રકાશવાને નિર્ધાર કર્યો.
અહીંથી સં. ૧૭૦૪માં ઈડરમાં સંવેગીમાર્ગના પુનરુદ્ધારનો પાયે નાખે. આચાર્યશ્રીએ સં. ૧૭૦૪માં ઈડરમાં ચોમાસું કર્યું હતું. અહીં પાટણની શ્રાવિકા અવંતીની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સંભવ છે કે તેમણે આ સમયે રાજા જયમલના જયમલકીના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી.
આ ઉત્સવમાં ૬૪ ઇદ્રોના જન્માભિષેક વગેરેને માટે વિધિ કરાવવામાં આવ્યા.
બંને આચાર્યોએ સં. ૧૭૦૫માં પાટણના છરી પાળતા યાત્રાસંઘ સાથે શ્રીપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી. સં. ૧૭૦૫ના કા. વ. ૬ ને બુધવારે ઔરંગાબાદના શા૦ અમીચંદ વીશા પરવાડની પત્ની ઇંદ્રાણુનાં જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં૧૭૦૫ના વિ. સુ. ૧ માં ખંભાતમાં સંઘવણ ફુલબાઈ એ બંને આચાર્યોને સૂત્રો વહેરાવ્યાં.
(- શ્રી. પ્રશસ્તિ સંગ્રહ ભા૨, પ્ર. નં. ૭૯૦) સં. ૧૭૦૫માં બંને આચાર્યોએ ખંભાતનગરમાં ચોમાસું કર્યું.
આ. વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૬ (સં. ૧૭૧૧) મહા સત્ર ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ગુરુદેવની નિશ્રામાં સંવેગી સાધુ-સાદેવી ચગ્ય ૪૫ બોલને પટ્ટક બનાવ્યો અને સં. ૧૭૦૬માં પાટણમાં ચોમાસું કર્યું. સં. ૧૭૦૭માં ગુરુદેવની સાથે અમદાવાદમાં ચોમાસું કર્યું, ભવ્ય વિજયદેવસૂરિએ સં. ૧૭૦૮માં ખંભાતમાં ચોમાસું કર્યું. અને આ વિજયસિંહસૂરિને સં. ૧૭૦૮માં અમદાવાદમાં રાજપુરા પાસે નવાપુરા (નવીનપુર)માં ચોમાસું કરવાની આજ્ઞા આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org